વાર્તા : ૧૦૨

0:000:00

અનંતકોટી બ્રહ્માંડોમાંથી જેટલા મહારાજને પામેલા મુક્તો તે સર્વે મહારાજ ભેળા છે. તે મૂર્તિ ભેળો આપણો ચૈતન્ય રહ્યો એટલે જેને પામવા હતા તે પમાયા. પણ ઘડીક મૂર્તિમાં રહે ને ઘડીક દેહરૂપ થાય એ તો જીવનમુક્ત કહેવાશે, પણ વિદેહી કે કૈવલ્ય નહિ કહેવાય. માટે મૂર્તિમાં રહે તેને મતે બીજું કાંઈ છે જ નહિ, મૂર્તિ જ છે. 'મેરે તો તુમ એક આધારા.' બીજી વસ્તુ છે તેવો તો સંકલ્પ પણ ન થાય, એ મુક્ત થયો કહેવાય. ॥ ૧૦૨ ॥