વાર્તા : ૪
0:000:00
શ્રી પુરુષોત્તમનારાયણના રાજ્યમાં અપાર સુખ છે, પણ વૈરાટના રાજ્યમાં નથી. એ રાજ્યમાંથી કેમ નીકળી શકાય? તો જેને મહારાજ મળે તેને એ વૈરાટના રાજ્યમાંથી કાઢીને પોતાના રાજ્યમાં લઈ લે, બીજાથી ન લેવાય. મહારાજ ક્યારે મળ્યા કહેવાય? તો મુક્ત મૂર્તિમાં રસબસ છે તેને મહારાજ દેખાય છે એવી સમજણ દૃઢ થાય ત્યારે મળ્યા કહેવાય અને ત્યારે જ મહારાજનો અખંડ સંબંધ થયો કહેવાય. એવા અનેક મુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા છે એ સર્વને મહારાજ મુખ્ય રહે છે. એવા મુક્તને મતે એક મહારાજ જ છે, બીજું કાંઈ નથી. એ મૂર્તિમાં મુક્ત અપાર છે તે સર્વને એ કારણ મૂર્તિ છે - બીજી વસ્તુ જ નથી. ॥ ૪ ॥