વાર્તા : ૬૪
0:000:00
એક દિવસ સ્વામીએ સભામાં પૂછ્યું કે ક્યાંય હરતીફરતી દેરીઓ હશે? ત્યારે પુરાણી ધર્મકિશોરદાસજીએ સ્વામી સામો હાથ કરીને કહ્યું જે આ હરતીફરતી દેરીઓ છે. પછી સ્વામી બોલ્યા કે ખરી વાત. જેના ભેળા પ્રત્યક્ષ ભગવાન હોય તે ભેળા ખાય, પીએ, બેસે, ઊઠે, બોલે, ચાલે તથા બીજાને મુક્ત કરે. એવું કામ હરતીફરતી દેરીઓ કરે. ॥ ૬૪ ॥