વાર્તા : ૯૮

0:000:00

સત્સંગ કેને કહેવાય ને કુસંગ કેને કહેવાય? તો દેહનો સંગ છે ત્યાં સુધી કુસંગ ને મૂર્તિનો સંગ થાય એટલો સત્સંગ. જ્યારે દેહ નથી ને મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એવું મનાય એટલે મુક્ત થયો કહેવાય અને દેહરૂપ હોય ત્યાં સુધી તો ભક્ત કહેવાય. હવે આપણે કઈ સ્થિતિમાં છીએ તે જોવું. જેને પોતાની સ્થિતિની ખબર ન હોય તેને સત્સંગની શું ખબર પડે? માણસને હાથ, પગ, નાક, કાન છે તેથી કાંઈ માણસ કહેવાય છે ? ના ના, એ તો જ્ઞાને કરીને સત્ય-અસત્યનો વિવેક સમજે તો જ માણસ; નહિ તો પશુ જેવા જાણવા. ॥ ૯૮ ॥