વાર્તા : ૧૧૩

0:000:00

આપણે મૂર્તિમાં જોડાણા એટલે મહારાજ જ છે. પછી કોઈ વિક્ષેપને લઈ મૂર્તિ ભૂલાય તો શું મૂર્તિ જતી રહે? ન જતી રહે. મંદિરમાં ઠાકોરજી પધરાવ્યા પછી ઠાકોરજી શું જતા રહે? ન જતા રહે. તે તો એક જ વાર પધરાવાય. પણ ઘડી ઘડી સ્થાપન ઉત્થાપન ન થાય. જેમ આપણે ઊંઘી ગયા એટલે શું માણસ મટી ગયા? ન મટી ગયા. તેમ ભૂલ પડે તો પછી જાણીને સંભાળી લેવું. આવી સિદ્ધતા થઈ એટલે પૂરું. પછી કાંઈ બાકી નહિ. ॥ ૧૧૩ ॥