વાર્તા : ૧૭૩

0:000:00

એક દિવસ શંકરભાઈ સ્વામીશ્રીના આસને આવીને બોલ્યા જે, મને આજ પરસેવો બહુ વળ્યો ને થાક લાગ્યો. તે સાંભળીને સ્વામીએ કહ્યું જે, હાથી હોય તે ઉનાળાના તાપમાં રસ્તે ચાલે ત્યારે તાપ લાગે એટલે પોતે પાણી પીધું હોય તે પછી સૂંઢ દ્વારે કાઢીને રસ્તે છાંટે તથા અડખે પડખે પોતાને પેટે છાંટે એટલે સર્વત્ર ટાઢું થાય; પછી ચાલે. તેમ આપણે મૂર્તિમાં અખંડ છીએ એમ જાણપણું રહ્યા કરે એટલે સર્વત્ર તાપની શાંતિ થઈ જાય. એવાં વચન સાંભળીને શકંરભાઈ બોલ્યા જે, સ્વામી! આપે આ વાત કરી તે પ્રમાણે તો સર્વત્ર તાપની શાંતિ થઈ ગઈ ને ફરીને તાપ લાગે એવો વખત પણ જતો રહ્યો. એવું ટાઢું થયું. ॥ ૧૭૩ ॥