વાર્તા : ૭૩

0:000:00

સ્વામીએ દેવરાજભાઈને પૂછ્યું જે, આ વખત કેવો જણાય છે? ત્યારે એ કહે જે, સ્વામી! આ સમય તો બહુ દુર્લભ છે, કદિયે મળે નહિ તેવો છે; પણ આ વાતની અત્યાર સુધી કળ નહોતી પડી એટલે ભૂલ રહી ગઈ. ઓહોહો! આ તે શી વાત! ભારે કામ થઈ ગયું! બાપાશ્રી આવા મોટા છે તે વાત જાણ્યા વિના અત્યાર સુધી બધા દિવસ ખોટમાં કાઢ્યા પણ હવે એ વાતની સમજણ પડી ત્યારથી એમ થાય છે કે ખરેખરો સત્સંગ હાથ આવ્યો. હવે તો આવા સંતના પ્રતાપે કૃતાર્થ થઈ ગયા. ॥ ૭૩ ॥