વાર્તા : ૩૦
0:000:00
સ્વામીએ દૃષ્ટાંત આપી વાત કરી જે પુષ્પને ઠેકાણે મહારાજની મૂર્તિ છે અને સુગંધને ઠેકાણે સુખ છે એ જ રીતે સાકરના ગાંગડાને ઠેકાણે મૂર્તિ છે અને ગળપણને ઠેકાણે સુખ છે. એ સુખ દિવ્ય છે, પણ જે એના ભોક્તા થાય તેને મળે છે, માટે સુખભોક્તા થવું. ॥ ૩૦ ॥