વાર્તા : ૧૩૦
0:000:00
સ્વામીએ પૂછ્યું કે મહારાજનો જન્મ કઈ સાલમાં છે? પછી પુરાણી ધર્મકિશોરદાસજી કહે કે સંવત 1837ના ચૈત્ર સુદ 9ના દિવસે. ત્યારે સ્વામી બોલ્યા જે, એ તો ધર્મપિતાને દેખાણા તે એમને માટે કહેવાય, પણ આપણે માટે ક્યારે પ્રગટ થયા કહેવાય? પછી પુરાણી કાંઈ બોલ્યા નહિ. ત્યારે સ્વામી કહે કે જે સમય ને જે વખતે જેને મહારાજનો સાક્ષાત્કાર થયો, તે વખતે તેને માટે પુરુષોત્તમ પ્રગટ થયા કહેવાય. તેની વરસ, તિથિ કે સમય કહેવાય નહિ; એને તો સદાય મહારાજ છે જ, ને તેને એમ જણાય છે જે હું તો અનાદિ કાળનો મૂર્તિમાં જ છું, છું ને છું જ. ॥ ૧૩૦ ॥