વાર્તા : ૧૪૧
ગ. પ્ર. 44મા વચનામૃતમાં મહારાજે પોતાને સાધુ તરીકે કહ્યા છે તેનો શો હેતુ છે? ત્યારે સ્વામી બોલ્યા જે મહારાજ પોતે મુમુક્ષુને સાધુ નામે ઓળખાણ આપે છે તેથી મુમુક્ષુ એમ સમજે છે જે સાધુ છે તે પોતાનું કલ્યાણ કરે ને બીજાનું પણ કલ્યાણ કરે. આ અર્થ સાધનદશાવાળાને સમજાવવા પૂરતો જ છે, પણ મુક્તને મતે તો એક મહારાજ જ છે એટલે મહારાજનો સમાગમ મુમુક્ષુ ભક્ત સાધુ જાણીને કરે, પછી એ મહારાજને ઓળખે એટલે થયો મુક્ત, કેમ કે સાધુપણાની સમજણ હતી તે મહારાજપણાની થઈ. એટલે મહારાજ ઓળખાણા. આ જ્ઞાનની સ્થિતિની વાત છે પણ નકરા જ્ઞાનની વાત નથી. જે મુક્ત છે તેને તો સર્વજ્ઞપણું આવે તે પણ ઐશ્વર્ય માર્ગ છે. એને તો હું મુક્તભાવને પામ્યો છું એવા અનુસંધાનની પણ જરૂર નથી. તેને તો એક મૂર્તિના સુખમાં નિમગ્નપણું રહે એ જ કરવાનું છે. ॥ ૧૪૧ ॥