વાર્તા : ૨૯

0:000:00

સ્વામીશ્રીએ વાત કરી જે એક સમયને વિષે બાપાશ્રીને કોઈકે પૂછ્યું કે તમો સમાધિ કરો છો તે શું કરવા કરો છો? ત્યારે કહ્યું જે સર્વને ઓળખાણ પડે તે માટે તથા જે જે જોગમાં આવે તેના પર દયા કરીને ધામમાં લઈ જવા માટે, પણ અમારે સમાધિ કરવાનું બીજું કાંઈ પ્રયોજન નથી. એમ મોટા મુક્તના અભિપ્રાય જીવોને મહારાજના સુખમાં લઈ જવાના હોય છે. ॥ ૨૯ ॥