વાર્તા : ૧૬૮
0:000:00
સર્વે સાધનમાં મૂર્તિમાં જોડાવું એ સાધન સર્વોપરી છે એમ કહીને સ્વામીશ્રીએ શંકરભાઈને પૂછ્યું જે, તમને મહારાજનાં દર્શન થાય છે? ત્યારે તે કાંઈ બોલ્યા નહિ. પછી સ્વામીએ કહ્યું જે, મહારાજે મૂર્તિમાં રાખ્યા પછી તો એક મહારાજ જ છે. ક્યાં દર્શન બાકી રહ્યાં? એ તો છે જ. આપણે તો સુખભોક્તા જ છીએ માટે મહારાજ ક્યાં હશે તે ખોળવાનું નહિ અને દેહ પડ્યા કેડે પ્રાપ્તિ થવી તે વાત જ ખોટી છે. દેહ છતાં જ આ જ્ઞાન થયું ત્યારથી જ દેહ પડ્યો ને મહારાજના ધામમાં પહોંચ્યા માટે સમજણે કરીને દેહભાવ જશે, પણ સ્થૂળ દેહ પડે તેણે કરીને દેહભાવ નહિ જાય, માટે સમજણ દૃઢ કરવી તો સુખ આવે ને દેહભાવ જાય. ॥ ૧૬૮ ॥