વાર્તા : ૧૧૮

0:000:00

આપણને મહારાજ મળ્યા ત્યારથી દિવ્ય થયા છીએ, કેમ કે દિવ્યનો સંગ થયો એટલે દિવ્ય થયા. આપણે કોનો સમાગમ છે અને કોના શિષ્ય છીએ તે તપાસવું. કોઈ રાજાના કારભારીનો દીકરો હતો, તેને ગામનું કારભારું આવ્યું, ત્યાર પછી બીજે દિવસે પોતાના સરખા બધા રમવા જતા હતા ત્યારે તે પણ ભેગો ચાલ્યો. પછી પાણીનો ધોરિયો આવ્યો એટલે બીજા છોકરા તે કૂદીને ચાલ્યા પણ આ છોકરો તો ધીમે રહીને માંહી પગ દઈને ચાલ્યો! ત્યારે બીજાએ કહ્યું કે રોજ કૂદતો હતો ને આજે કેમ માંહી પડીને ચાલ્યો? ત્યારે કહે કારભારું આવ્યું તે હવે કેમ કુદાય? તેમ આપણે કોના છીએ ને કેવા થયા છીએ તે વિચાર કરવો તો તુરત ભાવ બદલાય. ॥ ૧૧૮ ॥