વાર્તા : ૧૪૬

0:000:00

એક સમયને વિષે મેં બાપાશ્રીને પૂછ્યું કે બાપા! કોઈકને મહારાજ તેડવા આવે ત્યારે તેમના ભેગા સાધનદશાવાળા સંતો હોય છે તે શું સમજવું? ત્યારે બાપાશ્રી બોલ્યા જે દેહ મૂકનારને એવા ઉપર હેત હોય એટલા માટે મહારાજે પોતે જ એવે રૂપે દર્શન દીધાં હોય. તે દેહ મૂકનારને તેની સાથે હેત હોય તેથી એ દેખાય એટલે તેની સાથે જોડાઈ જાય. તે માટે મહારાજ પોતે જ એવાં દર્શન આપે અને એવાં દર્શન બીજાને થાય. જોગ સમાગમ કરવો હોય ત્યારે તો સિદ્ધદશાવાળા હોય તેમની સાથે જ હેત બાંધીને કરવો, નહિ તો વાંધો આવે. ॥ ૧૪૬ ॥