વાર્તા : ૯

0:000:00

જીવને જ્યાં સુધી કામ, ક્રોધ, લોભાદિ મોસલ બેઠા હોય ત્યાં સુધી પોતાનો માલ ધીરે ધીરે બધોય ખાઈ જાય. એ તો જ્યારે મોસલ જાય ત્યારે માલ બચે. એ મોસલ કેવા છે? તો ઘરમાંથી બહાર નીકળવા દે નહિ અને ઘરમાં બેઠા બેઠા ખાવા માગે. પછી તો દેવું કરવું પડે અને દેવું વધતાં વધતાં દુઃખનો પાર ન રહે. માટે મોટાને વિશે જીવ જોડી સમજણે કરીને મોસલ કાઢી મૂકવા. સમજણવાળાને કેવું છે? તો જેમ બસેંહ બખ્તરિયા માલ સાચવવા સાથે લીધા હોય તેનો માલ કોઈથી લેવાય નહિ. તેમ સમજણવાળાને કોઈનો ભય ન રહે; માટે સમજણ કરવી પડશે. જો સમજણ ન હોય અને મહારાજ તેડવા આવે તો તેને ક્યાં મૂકે છે? તો જ્યાં સમાસ થાય ત્યાં સમજણ કરવા મૂકે છે. પછી સમજણ પૂરી થાય એટલે મહારાજના દિવ્ય સુખમાં પહોંચે. ॥ ૯ ॥