વાર્તા : ૭૭

0:000:00

એક સંતે સ્વામીશ્રીને ફૂલનો હાર પહેરાવ્યો. તે હાર હાથમાં લઈને સ્વામી એમ બોલ્યા જે આ હાર ઝાઝા કરવા હોય તો થાય કે નહિ? ત્યારે દેવરાજભાઈ બોલ્યા જે થાય. પછી સ્વામી કહે કેવી રીતે થાય? ત્યારે દેવરાજભાઈ કહે કે જેટલા મુક્ત મૂર્તિને પામ્યા છે તે સર્વે ભેગા જ હોય, તેથી મહારાજે હાર પહેર્યો એમ જાણીએ, એટલે મૂર્તિ ભેગા જેટલા મુક્ત છે તેટલાએ હાર પહેર્યા એમ જણાય; એમ અનંત હાર થયા, કારણ કે અનંત મુક્ત મૂર્તિમાં રસબસ ભાવે સુખ લીધા જ કરે છે. પછી સ્વામી બોલ્યા કે બરોબર દૃષ્ટિ પુગી. એવી જ રીતે મહારાજને ચાંદલો કરીએ તે ભેળા અનેક મુક્તને પણ ચાંદલા થયા- એવી લટક હાથ આવે તો ભગવાન રાજી થાય, પણ સમજવામાં અટકે તો રાજી ન થાય. ॥ ૭૭ ॥