વાર્તા : ૯૩
જેમ શેરડીમાં રસ રહ્યો છે તેમ અનાદિમુક્તો મૂર્તિમાં રસબસ રહેલા છે અને મૂર્તિનું નવીન નવીન સુખ લીધા જ કરે છે, પણ તે સુખ મૂકીને બીજું કાંઈ કરતા જ નથી. મહારાજ મુમુક્ષુઓને આકર્ષણ કરીને મૂર્તિમાં ખેંચે છે. અને જે (મુક્ત) મૂર્તિમાં રહીને અખંડ સુખ લીધા કરે છે તેની અનાદિમુક્ત એવી સંજ્ઞા કહેવાય છે.
જેના રાજ્યમાં જેનું ચલણ હોય તે જ વપરાય પણ બીજાના રાજ્યનું કામ ન આવે. તેમ આપણે પુરુષોત્તમના જ રાજ્યના છીએ તો પુરુષોત્તમના જ શબ્દ વાપરવા. આ કામ શ્રીજીમહારાજ કે અનાદિમુક્ત મળે તો થાય, બીજા કોઈથી થાય નહિ. આત્માને મુક્ત કરી મૂર્તિમાં રાખવો એ કામ મહારાજ કરે. બાપાશ્રી કહેતા કે આ સમે ખંપાળી નાખી છે એટલે મહારાજે અનહદ કૃપા કરી છે તેથી જે જોગમાં આવશે તેને મૂકવો નથી. સદ્. શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણિમાં 'એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ' કહ્યાં છે તે કેવી રીતે? તો જે આ વાત સમજે તે પોતે મૂર્તિમાં અને દેખાવ મહારાજનો. આવા જેટલા મૂર્તિના સંબંધને પામેલા તે સર્વે તેમાં હોય. તેથી એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ કહેવાય છે. ॥ ૯૩ ॥