વાર્તા : ૧૬૩
0:000:00
એક સમયને વિષે સ્વામીશ્રીએ ગોધાવીના માસ્તર જગન્નાથભાઈને વાત કરી જે જીવને કાર્યમાં બહુ તાન છે પણ કારણ મૂર્તિ વિના કારણ શરીર ટળે નહિ માટે ધ્યાન ભજનનો આગ્રહ રાખવો. મંદવાડમાં જેમ તણાઈ જવાય છે તેમ સર્વે ક્રિયામાં મૂર્તિમાં વૃત્તિ રાખવી. મોટાને વિષે હેત, વિશ્વાસ અને મહિમા હોય તો બહુ કામ થાય. આ સમય અને આ જોગ બહુ ભારે છે માટે મૂર્તિના સુખમાંથી નવરું થવું નહિ. આપણે તો 'હું અને મારો ઠાકોર, બીજું જગત કાણું; ઠાકોર બેઠા પારણે અને દોરી હું તાણું.' એટલું જ ગમે. હું અને મહારાજ બે જ છીએ. હું મુક્ત અને મહારાજ સ્વામી; એ બે વિના બીજું કાંઈ છે જ નહિ. ॥ ૧૬૩ ॥