વાર્તા : ૭૨

0:000:00

મહારાજની મૂર્તિમાં જોડાઈ રહેવાથી બહુ ભારે કામ થાય છે. તે વિષે ચંદ્રકાંત મણિની વાત કરી જે, એ મણિ જેને મળ્યો હતો તેણે શરદપૂનમની રાત્રિએ અગાશીમાં મૂકીને પૂજ્યો. એ વખતે ચંદ્રનાં કિરણો મણિ ઉપર પડ્યાં કે તરત જ મણિમાંથી સોનાની સેડ્યો છૂટવા માંડી. તે ગામ અને ગામના ફરતા દેશમાં વ્યાપી ગઈ. તે સોનું જેણે જેણે લીધું તે સુખિયા થઈ ગયા. એ ટાણે ખાવા-પીવાનું અને સૂવાનું પણ કોઈ સંભારે નહિ. તેમ આપણે અત્યારે એવો વખત છે, પણ બાળક જેવા જીવને ખબર પડે નહિ. તે તો વચમાં ખાવાનું માગે અને રોયા કરે. તેમ આ વાત ન સમજાણી હોય તેને બાળક જેવા જાણવા. આ પ્રાપ્તિ મહા દાખડે પણ કોઈને મળી શકે તેવી નથી તે આપણને સહેજે મળી છે. આવે વખતે આળસ રહે તો બહુ ખોટ રહી જાય. જેમ કોઈને પીધાની આળસે અમૃત ઢળી ગયું, તેમ આવ્યું સુખ જતું રહે. અત્યારે ‘न भूतो न भविष्यति’ એવો વખત જાય છે. આપણને મૂર્તિરૂપ ચિંતામણિ જેવી મહામોંઘી વસ્તુ મળી છે તેથી હવે મળવાનું કે પામવાનું કાંઈ બાકી નથી. ॥ ૭૨ ॥