વાર્તા : ૬૬
0:000:00
એક વખત ગઢડામાં મોટા સંતે સભામાં બહુ જ વાતો કરી. પછી સમાપ્તિ વખતે બોલ્યા જે આજ તો બધી કામરાજભાઈની વાત થઈ, હવે આવતી કાલે માનાભાઈની વાત કરશું. પછી માનો નામે પાળો હતો, તેણે વાત કરનાર સંતને આસને જઈને કહ્યું કે સ્વામી! મારો જે કાંઈ વાંક હોય તે અહિ કહેજો પણ સભામાં ફજેત કરશો નહિ. પછી તે સંતે માનાભક્તને સમજાવ્યા ત્યારે ખબર પડી જે આ તો માનખંડનની વાત થવાની છે. એમ ખબર વિના એવું થઈ જાય. ॥ ૬૬ ॥