વાર્તા : ૬
મહારાજની મૂર્તિમાં રહ્યા તેને જરાય છેટું નહિ. તેને તો પુરુષ, વાસુદેવબ્રહ્મ, અક્ષરબ્રહ્મ આદિ સર્વનો લય થઈ ગયો. એક મહારાજના તેજરૂપ આકાશ રહ્યો, પછી તેમાં એક મૂર્તિ રહી એટલે એ આકાશનો પણ લય થઈ ગયો તેથી સાવ ઢૂંકડું થયું, અને એ મુક્ત થયો. તેને તો મહારાજ સાથે રસબસપણું, દાતાભોક્તાપણું, સ્વતંત્ર-પરતંત્રપણું, નિયામક-નિયામ્યપણું અને સ્વામીસેવકપણું છે, કહેતાં મહારાજ સ્વામી અને પોતે સેવક. એમને તો સેવા પણ એ. એ વિના બીજું કાંઈ છે જ નહિ. એમ કહીને પર્વતભાઈની વાત કરી કે તેમણે મહારાજ પાસે સમ ખાઈને કહ્યું જે હું આ લોકમાં આવ્યો નથી, મેં કંઈ કર્યું નથી. તેમ તમારી મૂર્તિ વિના બીજું કાંઈ દેખ્યું પણ નથી. એવી રીતે આ ભાવવાળાને સમ ખાઈને કહેવું પડે તેમાં કોઈ વાંધો જ નહિ. ॥ ૬ ॥