વાર્તા : ૧૫
0:000:00
લોયાનું 1લું વચનામૃત વંચાતું હતું. તેમાં મહારાજ કહે અમને આજ સ્વપ્નમાં શિવજી દેખાણા, તેમણે અમારા ઉપર ઘણું હેત જણાવ્યું પણ અમારે તો તેમના ઉપર ન જણાણું, કેમ કે એ તમોગુણના દેવ છે. પછી સ્વામી બોલ્યા કે આપણે તમોગુણ ન આવવા દેવો. તે કેમ ન આવે? તો તેનું સ્થાન જ ન રાખીએ તો ન આવે. મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એમ સમજાય એટલે સ્થાન ક્યાં રહ્યું? એ દોષ તો દેહાભિમાનમાં રહ્યા છે તેમાં ક્રોધરૂપ દોષ મોટો છે. માટે દેહાભિમાનને કાઢી આત્મસત્તારૂપ ગુણ રાખવો અને મૂર્તિમાં રહેવું; એટલે એ તમોગુણરૂપ સ્થાન કહેતાં દેહાભિમાન જાય. ॥ ૧૫ ॥