વાર્તા : ૧૬૭
0:000:00
સ્વામીશ્રીએ ચુનીલાલભાઈને પૂછ્યું જે, નિવૃત્તિમાં સુખ છે કે પ્રવૃત્તિમાં? ત્યારે તે બોલ્યા કે સ્વામી, એ તો તમે સમજાવો. પછી સ્વામીએ કહ્યું કે નિવૃત્તિમાં સુખ નથી પણ પ્રવૃત્તિમાં સુખ છે. પ્રવૃત્તિ તે શું? તો મહારાજે મૂર્તિમાં રાખ્યા પછી તે મૂર્તિનું સુખ ભોગવવું એ પ્રવૃત્તિ છે. તેમાંથી તૂટક થવું તે નિવૃત્તિ છે માટે મૂર્તિના સુખમાંથી પાછા વળી નવરા થઈને બેસી ન રહેવું પણ સુખ લેવા રૂપ અખંડ પ્રવૃત્તિમાં જ રહેવું. જુઓને! અનાદિકાળના માયામાં હતા પણ એમાં શું વળ્યું? માટે આપણે તો આવી પ્રવૃત્તિમાં જ સુખ ને આનંદ છે એમ જાણવું. ॥ ૧૬૭ ॥