વાર્તા : ૯૨

0:000:00

મહારાજની મૂર્તિ છે તે સદાય સુખરૂપ છે, રસરૂપ છે, તેમાં જમનારા શું જમે? તો સુખ જમે. તે મહામુક્ત સળંગ મૂર્તિમાં ભેગા રહીને સુખ જમ્યા જ કરે છે, અને એ સળંગ મૂર્તિના સુખભોક્તા છે. જેમ દૂધમાં સાકર નાખી હોય તો સાકર હેઠે, અડખે પડખે એમ હોય નહિ, એ તો સર્વત્ર સાકર કહેવાય, તેમ મુક્ત સર્વત્ર સળંગ મૂર્તિમાં રહી સુખ લીધા જ કરે છે. એને સ્વામી-સેવકપણું કેમ હશે? એમ કેવળ બોલવાથી ખબર ન પડે, પણ એ મૂર્તિમાં જે ભેગા રહી રસબસભાવે સુખ લેતા હોય તેને એ વાતની પૂરી ખબર પડે, બીજાને ન પડે. જેમ રાજાના ખજાનાની ખજીનો ફેરવતા હોય તેને ખબર પડે. બીજાને તો કહેવા માત્ર અપારપણું જણાય પણ ખજીનાની ખબર પડે નહિ. તેમ મહારાજની મૂર્તિમાં રસબસ રહીને જે સુખ લે છે તેને જ એ સુખની ખબર પડે છે જે, ઓહોહો! આટલું બધું સુખ મહારાજ મને ભોગવાવે છે! તો પણ બીજું નવીન નવીન સુખ તો આપ્યા જ કરે છે. આથી દાસપણું વધતું ને વધતું જ જાય. આ વાતની મહારાજથી છેટા હોય તેને શી ખબર પડે? તેને તો કહેવા માત્ર જ છે. ॥ ૯૨ ॥