વાર્તા : ૬૫
0:000:00
સ્વામી કહે મને બાપાશ્રીએ એવી ભલામણ કરી હતી કે આપણને મહારાજ તથા મોટા મળ્યા છે માટે ક્યાંય પરચા-ચમત્કાર થાય તેમાં ખેંચાવું નહિ. જ્યાં ત્યાં તણાવા કરતાં મહારાજની મૂર્તિમાં જોડાવું તો પરચા-ચમત્કાર બધાય આવી જાય. અને તે અખંડ રહે માટે એ કર્યા કરવું. મહારાજની મૂર્તિમાં મુક્ત રહ્યા છે તેને બીજે શું જોવાનું રહ્યું? ત્યાં પહોંચીને પાછો બીજે ક્યાંય જોવાની ઇચ્છા રાખે તો તે પાછો વળ્યો કહેવાય. જેને મૂર્તિની પ્રાપ્તિ થઈ ન હોય તે તો જ્યાં ત્યાં દોડે, પણ જે મૂર્તિમાં જોડાણો હોય તેને શાની ખેંચ રહે? ન જ રહે. ॥ ૬૫ ॥