વાર્તા : ૧૩૬

0:000:00

મહારાજે કહ્યું છે કે, ‘धाम्ना स्वेन सदा निरस्त कुहकम्’ તે શું? તો ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ભક્તજનનું માયારૂપી કપટ જેણે ટાળ્યું છે એવા જે મહારાજ તેનો યોગ જેને નથી તે એમ જાણે કે સૌ મારા જેવા જ છે. કેમ જે નિર્ધન હોય તે સૌને નિર્ધન જાણે. પણ પોતે નિર્ધન થયો એટલે સર્વે નિર્ધન થયા એમ નહિ, એ તો એ જ નિર્ધન છે. તેમ મહારાજ તો છે જ, પણ અજ્ઞાની છે તે મહારાજ જતા રહ્યા એમ કહે છે. માટે આપણે એમ જાણવું જે તેને મહારાજ કે મોટા મળ્યા નથી તેથી એમ બોલે છે. એમ જાણીને તેના સંગનો ત્યાગ કરવો. મહારાજના ભેગા રહેતા હોય તેનો યોગ કરવો. તો તે આપણને યોગ કરાવે. મહારાજની મૂર્તિમાં જોડાય તેને જ મહારાજનો રસ્તો હાથ આવ્યો છે. માટે મૂર્તિ આવી એટલે 'પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે;' એ પ્રેમાનંદ થઈ બેઠા તે કેવી રીતે, તો પ્રેમ જે મહારાજ તેનો આનંદ તે પ્રેમાનંદ. ॥ ૧૩૬ ॥