નિવેદન

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર દૃષ્ટિગોચર થઈ, માનવ સમાજના આત્યંતિક ઉત્કર્ષ અર્થે સ્વહસ્તે શિક્ષાપત્રીІરચી સમગ્ર માનવકુળ ઉપર મહાન કૃપા કરી છે ને તે મુજબ જીવન જીવે તેનું પરમ કલ્યાણ કરવાનું વરદાન પણ આપ્યું છે.

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન તરફથી સંસ્થાના પ્રમુખ અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈ ઠક્કરની પ્રેરણા ને માર્ગદર્શન હેઠળ પ્રકાશિત થયેલ આ દિવ્ય ગ્રંથની વિશેષતા એ છે કે તેમાં શિક્ષાપત્રીના મૂળ 212 સંસ્કૃત શ્લોકો, તેના ગુજરાતી તથા અંગ્રેજી અનુવાદ સહિત આપવામાંઆવ્યા છે. તદુપરાંત બાહ્ય પૂજાવિધિ, માનસી પૂજાવિધિ, જનમંગલ સ્તોત્ર નામાવલી વગેરેનો પણ આમાં નિત્ય સ્વાધ્યાય માટે સમાવેશ કર્યો છે. જે સૌ કોઈને ઉપયોગી થશે.

આ અલૌકિક લઘુગ્રંથની પાંચમી આવૃત્તિ પ્રકાશિત કરવામાં સેવારૂપ થનાર સૌ ઉપર પરમ કૃપાળુ શ્રીજીમહારાજ, પ. પૂ. બાપાશ્રી તથા સત્સંગ સમુદાયની પ્રસન્નતા સદાય વરસતી રહો એ જ અભ્યર્થના.

સં. 2069, મહા સુદ છઠ

ઈ.સ. 2013, 16 ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન