શ્લોક ૭૩
अपि भूरिफलं कर्म धर्मापेतं भवेद्यदि ।
आचर्यं तर्हि तन्नैव धर्म: सर्वार्थदोऽस्ति हि॥73॥
અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ, તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું; કેમ જે ધર્મ છે તે જ સર્વે પુરુષાર્થનો આપનારો છે; માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. ॥73॥
And however rewarding the action may be, but if it is not as per the code of conduct, that action should not be performed. Because by following the code of conduct, all the four principal objects (Dharma, Artha,... etc.) could be achieved. Therefore, the code of conduct should not be given up for the sake of any kind of reward. || 73 ||