શ્લોક ૧૧૬
निजात्मानं ब्रह्मरु़पं देहत्रयविलक्षणम् ।
विभाव्य तेन कर्तव्या भक्ति: कृष्णस्य सर्वदा॥116 ॥
અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ - એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા, તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી, તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિષે કરવી. ॥116॥
And one's spiritual soul i.e. Jeevatma is different than the three types of body which are material body i.e. Sthoolsharir, subtle body i.e. Sookshmasharir, causal body i.e. Karansharir, it should be visualized in the form of Brahm and then through this form Shri Krishna Bhagwan should be worshipped all the time. || 116 ||