શ્લોક ૪૩
तन्मध्य एव कर्तव्य: पुण्ड्रद्रव्येण चन्द्रक: ।
कंकुमेनाथवा वृत्तो राधालक्ष्मीप्रसादिना॥43॥
અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ, તેણે કરીને તે ચાંદલો કરવો. ॥43॥
And only in the center of the Tilak, a round dot should be drawn using the same Gopichandan paste or using the Kumkum which has been offered to Radhikaji and Laxmiji. || 43 ||