શ્લોક ૪૬
त्रिपुंण्ड्ररुद्राक्षधृतिर्येषां स्यात्स्वकुलागता ।
तैस्तु विप्रादिभि: क्वापि न त्याज्या सा मदाश्रित:श्॥46॥
અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં, પોતાની કુળપરંપરાએ કરીને ચાલ્યાં આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો. ॥46॥
And My Brahmin devotees, who put on Tripundra i.e. sideways Tilak and Rudraksha beads for generations, should not give up putting on Tripundra and Rudraksha. || 46 ||