શ્લોક ૭૫

गुह्यवार्ता तु कस्यापि प्रकाश्या नैव कुत्रचित् ।

समदृष्ट्या न कार्यश्च यथार्हार्चाव्यतिक्रम:॥75॥

અને કોઈની પણ જે ગુહ્યવાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ. અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી જ રીતે સન્માન કરવું, પણ સમદૃષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. ॥75॥

And one should never disclose the secret of anybody anywhere and one should pay due respect to all the living beings as per their eligibility and one should never give up polite and cour­teous behaviour for the sake of equality. || 75 ||