શ્લોક ૧૧
कस्यापि प्राणिनो हिंसा नैव कार्यात्र मामकै: ।
सूक्ष्मयूकामत्कुणादेरपि बुद्धया कदाचन॥11॥
હવે તે ર્વત્યાની રીત કહીએ છીએ જે, અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવપ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવાં જૂ, માંકડ, ચાંચડ, આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. ॥11॥
Now, I am explaining the code of conduct. My devotees should never kill any living being. And even the smallest living beings like bees and bugs etc. should never be killed knowingly. || 11 ||