શ્લોક ૪૧
कृष्णदीक्षां गुरो: प्राप्तैस्तुलसीमालिके गले ।
धार्ये नित्यं चोर्ध्वपुंड्रं ललाटादौ द्विजातिभि:॥41॥
અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે, કંઠને વિષે તુળસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. ॥41॥
And the Brahmin, Kshatriya and Vaishya devotees, who have been initiated as the disciples of Shri Krishna by the religiously appointed Guru, should always wear double-folded Tulsi Mala and Urdhvapundra Tilak on their forehead, chest and arms. || 41 ||