૧૦. પ્રાર્થના

નિર્વિકલ્પ ઉત્તમ અતિ, નિચય તવ ઘનશ્યામ;

માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ. 1

મોહિમેં તવ ભક્તપનો, તામેં કોઈ પ્રકાર;

દોષ ન રહે કોઈ જાતકો, સુનિયો ધર્મકુમાર. 2

તુમારો તવ હરિભક્તકો, દ્રોહ કબુ નહિ હોય;

એકાંતિક તવ દાસકો, દીજે સમાગમ મોય. 3

નાથ નિરંતર દર્શ તવ, તવ દાસનકો દાસ;

એહિ માગું કરી વિનય હરિ, સદા રાખિયો પાસ. 4

હે કૃપાલો! હે ભક્તપતે!, ભક્તવત્સલ! સુનો બાત;

દયાસિંધો! સ્તવન કરી, માગું વસ્તુ સાત. 5

સહજાનંદ મહારાજ કે, સબ સત્સંગી સુજાણ;

તાકું હોય દૃઢ વર્તનો, શિક્ષાપત્રી પ્રમાણ. 6

સો પત્રીમેં અતિ બડે, નિયમ એકાદશ જોય;

તાકી વિક્તિ કહત હું, સુનિયો સબ ચિત્ત પ્રોય. 7

હિંસા ન કરની જન્તકી, પરત્રિયા સંગકો ત્યાગ;

માંસ ન ખાવત મદ્યકું, પીવત નહિ બડભાગ્ય. 8

વિધવાકું સ્પર્શત નહિ, કરત ન આત્મઘાત;

ચોરી ન કરની કાહુંકી, કલંક ન કોઈકું લગાત. 9

નિંદત નહિ કોઈ દેવકું, બિન ખપતો નહિ ખાત;

વિમુખ જીવકે વદનસે, કથા સુનિ નહિ જાત. 10

એહી ધર્મ કે નિયમમેં, બરતો સબ હરિદાસ;

ભજો શ્રી સહજાનંદ પદ, છોડી ઓર સબ આસ. 11

રહી એકાદશ નિયમમેં, કરો શ્રીહરિપદ પ્રીત;

પ્રેમાનંદ કહે ધામમેં, જાઓ નિઃશંક જગજીત. 12