શ્લોક ૫૬

शैली वा धातुजा मूर्ति: शालग्रामोऽर्च्य एव तै: ।

द्रव्यैर्यथाप्तै: कृष्णस्य जप्योऽथाष्टाक्षरो मनु:॥56॥

અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે, પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા, તે દેશકાળને અનુસરીને પોતાના સાર્મથ્ય પ્રમાણે પ્રાપ્ત થયાં જે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. ॥56॥

And these completely surrendered devotees should worship either the stone idol or the metal idol of Shri Krishna Bhagwan or 'Shaligram' i.e. black round smooth stone representing God by offering sandalwood paste, flowers, fruits etc. as per time, place and one's capacity and then they should recite the eight lettered Mantra of Shri Krishna Bhagwan. || 56 ||