શ્લોક ૧૦૫

हृत्स्थोऽणुसूक्ष्मश्चिद्रूपो ज्ञाता व्याप्याऽखिलां तनुम् ।

ज्ञानशक्त्या स्थितो जीवो ज्ञेयोऽच्छेद्यादिलक्षण:॥105॥

અને જે જીવ છે તે હૃદયને વિષે રહ્યો છે, ને અણુ સરખો સૂક્ષ્મ છે, ને ચૈતન્યરૂપ છે, ને જાણનારો છે. અને પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, ઇત્યાદિક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો. ॥105॥

And the soul, which is residing into the heart, is minute as an atom and full of life and spiritual qualities. And it is pervading the whole body right from the head to the toes through its power of knowledge. And it is indivisible, invisible, ever youthful, immortal. An entity having such qualities should be considered as a soul. || 105 ||