શ્લોક ૯૭
तत्राचारव्यवहृतिनिष्कृतानां च निर्णये ।
ग्राह्या मिताक्षरोपेता याज्ञवल्क्यस्य तु स्मृति:॥97॥
અને તે આઠ સચ્છાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત-એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, તેનું ગ્રહણ કરવું. ॥97॥
And among these eight scriptures, 'Yagyavalkya Smriti' with Mitakshar Tika should be followed to decide the code of conduct, worldly formalities and penance. || 97 ||