શ્લોક ૧૨૨

एते साधारणा धर्मा: पुंसां स्त्रीणां च सर्वत: ।

मदाश्रितानां कथिता विशेषानथ कीर्तये॥122॥

અને આ જે પૂર્વે સર્વ ધર્મ કહ્યા તે જે તે, અમારા આશ્રિત જે ત્યાગી-ગૃહસ્થ, બાઈ-ભાઈ સર્વે સત્સંગી, તેમના સામાન્ય ધર્મ કહ્યા છે; કહેતાં, સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક્ પૃથક્પણે કરીને કહીએ છીએ. ॥122॥

And all the principles explained earlier are the general principles for all My devotees, and are to be followed by all of them irrespective of Tyagi-Grihasth, men-women etc. and now I explain the specific code of conduct separately for each of them. || 122 ||