શ્લોક ૨૦૧
गालिदानं ताडनं च कृतं कुमतिभिर्जनै: ।
क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तै:॥201॥
અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે, કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે, પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું; પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ; અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું; પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. ॥201॥
And if a miscreant with confused state of mind uses bad words or beat up the saints or celibates of Shri Hari, they should tolerate the misbehaviour, but should not use bad words or beat him up in return and should wish for his betterment only, they should not even wish ill about him. || 201 ||