શ્લોક ૧૦૮
स श्रीकृष्ण: परंब्रह्म भगवान् पुरु़षोत्तम: ।
उपास्य इष्टदेवो न: सर्वाविर्भावकारणम्॥108॥
અને તે ઈશ્વર તે ક્યા, તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઇષ્ટદેવ છે, ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. ॥108॥
And the Ultimate Supreme Being, Supreme God Shri Krishna Bhagwan is 'Ishwar'. And Shri Krishna is our prime God and is worthy of worship and cause of all the incarnations. || 108 ||