શ્લોક ૫૯
प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरेर्यत: ।
सम्बन्धात्तत्क्रिया: सर्वा भवन्त्येव हि निर्गुणा:॥59॥
અને નિર્ગુણ કહેતાં, માયાના જે સત્ત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી, તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે; તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. ॥59॥
And 'Nirguna' means Shri Krishna Bhagwan who is beyond illusion i.e. 'Maya' and its three attributes Satwa, Rajas and Tamas; through His contact, all the actions performed by His 'Atmanivedi' i.e. completely surrendered devotees also become 'Nirguna'. Therefore such devotees are called 'Nirguna'. || 59 ||