શ્લોક : ૧૨૨

एते साधारणा धर्मा: पुंसां स्त्रीणां च सर्वत: ।

मदाश्रितानां कथिता विशेषानथ कीर्तये ॥ ૧૨૨ ॥

અને આ જે પૂર્વે સર્વ ધર્મ કહ્યા તે જે તે, અમારા આશ્રિત જે ત્યાગી-ગૃહસ્થ, બાઈ-ભાઈ સર્વે સત્સંગી, તેમના સામાન્ય ધર્મ કહ્યા છે; કહેતાં, સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક્પૃથક્પણે કરીને કહીએ છીએ. ॥ ૧૨૨ ॥

ભાવાર્થ

હવે શ્રી સહજાનંદ સ્વામી મહાપ્રભુ, ઉપસંહાર કરતાં વિશેષ ધર્મ કહેવાની પ્રતિજ્ઞા કરે છે : મારા શિષ્યોના એટલે સર્વ પુરુષો તથા સર્વ સ્ત્રીઓના અત્યાર સુધી કહેલા જે અહિંસા વગેરે સામાન્ય ધર્મો, તે દરેકે પોતપોતાના અધિકાર મુજબ પાળવા. અને હવે તેમના વિશેષ ધર્મો હું કહું છું.