શ્લોક : ૧૩૪
स्वासन्नसम्बन्धहीना नरास्ताभ्यां तु कर्हिचित् ।
न स्प्रष्टव्या न भाष्याश्च तेभ्यो दर्श्यं मुखं न च ॥ ૧૩૪ ॥
અને વળી તે બે જણની પત્નીઓ તેમણે, પોતાના સમીપસંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, અને તેમની સાથે બોલવું નહિ અને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું (એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા.) ॥ ૧૩૪ ॥
ભાવાર્થ
વળી તે આચાર્યપત્નીઓએ પોતાના સમીપસંબંધ વિનાના જે પુરુષો, તેમનો જાણીને સ્પર્શ કરવો નહિ તથા તેમની સાથે બોલવું નહિ, તેમ જ તેમને પોતાનું મુખ ન દેખાડવું; પોતાનું મુખ ઢાંકીને વર્તવું. આચાર્યપત્નીને એમ કરવું એ જ યોગ્ય છે; નહિ તો દર્શનાદિ માટે આવેલા પુરુષના અનિવાર્ય પ્રસંગથી, આચાર્યપત્નીને પોતાના ધર્મથી પડી જવાનો ભય ઉત્પન્ન થાય છે એવો ભાવ છે. અને ધર્મકુળની અન્ય સ્ત્રીઓએ પણ પુરુષનો સ્પર્શ, કે તેની સાથે સંભાષણ વગેરે ન કરવાં.