શ્લોક : ૧૩૭
प्रसङ्गो व्यवहारेण यस्या: केनापि भूपते: ।
भवेत्तस्या: स्त्रीया: कार्य: प्रसङ्गो नैव सर्वथा ॥ ૧૩૭ ॥
અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય, તેવી સ્ત્રીનો જે પ્રસંગ, તે કોઈ પ્રકારે પણ ન કરવો. ॥ ૧૩૭ ॥
ભાવાર્થ
શ્રીહરિ કહે છે : જે સ્ત્રીને 'રાજાનો પ્રસંગ હોય' એટલે કે રાજાનું 'અંતઃપુર' જે રાણી નિવાસસ્થાન તેમાં જવું - એ વગેરેનો સંબંધ હોય તેવી સ્ત્રીનો પ્રસંગ ન કરવો; અર્થાત્ તેવી સ્ત્રીની સમીપે રહેવાનો કે સંભાષણનો સંબંધ કોઈ પણ પ્રકારે આપત્કાળમાં પણ રાખવો નહિ, કારણ કે તેવા પ્રસંગથી પ્રતિષ્ઠાહાનિ વગેરે ઘણા અનર્થ થવાની સંભાવના રહેલી છે.