શ્લોક : ૪૨-૪૩

तत्तु गोपीचन्दनेन चन्दनेनाथवा हरे: ।

कार्यं पूजावशिष्टेन केशरादियुतेन च ॥ ૪૨ ॥

અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું, અને કેસર- કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન, તેણે કરીને તિલક કરવું. ॥ ૪૨ ॥

तन्मध्य एव कर्तव्य: पुण्ड्रद्रव्येण चन्द्रक: ।

कंकुमेनाथवा वृत्तो राधालक्ष्मीप्रसादिना ॥ ૪૩ ॥

અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. ॥ ૪૩ ॥

ભાવાર્થ

શ્રીહરિના આશ્રિતોએ - પ્રતિદિન, પ્રાતઃકાળમાં સ્નાન કરીને શ્રીહરિકૃષ્ણ ભગવાનની પૂજા કરતાં બાકી રહેલા ચંદનથી ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને તે તિલક કરતાં બાકી રહેલા ચંદનથી અથવા શ્રીહરિની પ્રસાદીના કુંકુમથી તે તિલકના મધ્યે ગોળાકાર ચાંદલો કરવો.