શ્લોક : ૧૭૬

तासां वार्ता न कर्तव्या न श्रव्याश्च कदाचन ।

तत्पादचारास्थानेषु न च स्नानादिकार किया: ॥ ૧૭૬ ॥

અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી ને ન સાંભળવી; અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે, સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. ॥ ૧૭૬ ॥

ભાવાર્થ

શ્રીજીમહારાજના આશ્રિત બ્રહ્મચારીઓએ ક્યારેય પણ સ્ત્રીઓના ગુણ-અવગુણના વર્ણનવાળી કથાવાર્તા ન કરવી. તથા પોતાના નિવાસસ્થાનમાં લીંપવું-વાળવું આદિક કાર્યાર્થે પણ, સ્ત્રીનો પ્રવેશ કરાવવો નહિ ને તેવું કામ જાતે કરવું અથવા બીજા પુરુષ પાસે કરાવવું.

અને સ્ત્રીઓનો જે સ્થાનમાં પગસંચાર હોય; એટલે કે જ્યાં સ્ત્રીઓ વારેવારે આવતી-જતી હોય તેવા સ્થાનમાં, બ્રહ્મચારીઓએ સ્નાન, મળમૂત્રનો ત્યાગ આદિ ક્રિયા કરવા ન જવું. કેમ કે તેવા સ્થાનમાં જવાથી સ્ત્રીનું સ્મરણ થઈ આવે, ને તેથી પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય.

વળી જે ઘરમાં સ્ત્રી રહેતી હોય અને તેમાં તેના પિતા, ભ્રાતા આદિક પુરુષવર્ગ ઘણી સંખ્યામાં હોય તો પણ તેવા ઘરમાં વર્ણીએ સૂવું નહિ.