શ્લોક : ૪૭
एकात्म्यमेव विज्ञेयं नारायणमहेशयो: ।
उभयोर्बह्मरु़पेण वेदेषु प्रतिपादनात् ॥ ૪૭ ॥
અને નારાયણ ને શિવજી એ બેનું એકાત્માપણું જ જાણવું; કેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. ॥ ૪૭ ॥
ભાવાર્થ
'નારાયણ' એટલે પ્રકટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને 'મહેશ' એટલે શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના અનાદિમુક્તો એ બંને એકાત્મપણે રહ્યા છે. સામ્ય જે તુલ્યભાવ, એને જ સાર્ધમ્ય કહેવાય છે અને જે ભક્ત શ્રીહરિની અતિ ઉત્તમ કૃપાનો પાત્ર છે, તે ભક્તને શ્રીહરિજી પોતાની સાથે પરમસાર્ધમ્ય પમાડે છે. જ્યારે મુક્ત, પ્રેમે કરીને મૂર્તિમાં લીન થાય છે, ત્યારે પણ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવે છે. તથા શ્રીજીમહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે : એનો દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે.
આવી રીતે પોતાના સ્વામી શ્રીહરિજી સાથે મુક્તરૂપ સેવકનું એકાત્મ્ય 'વેદને વિષે' એટલે વચનામૃત, ભક્તચિંતામણિ આદિ શાસ્ત્રને વિષે પ્રતિપાદન કર્યું છે.