શ્લોક : ૬૬

यादृशैर्यो गुणैर्युक्तस्ताद्दशे स तु कर्मणि ।

योजनीयो विचार्यैव नान्यथा तु कदाचन ॥ ૬૬ ॥

અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો, પણ જે કાર્યને વિષે જે યોગ્ય ન હોય તે કાર્યને વિષે તેને ક્યારેય ન પ્રેરવો. ॥ ૬૬ ॥

ભાવાર્થ

જે મનુષ્ય જેવા ગુણે કરીને એટલે કે, ધર્મ આદિક જેવા ગુણ તેનામાં હોય, તેવા ગુણને અનુસરતા કર્મમાં જ, તેના ગુણોનો વિચાર કરીને જ તેને પ્રેરવો; તેથી બીજી રીતે તેને ક્યારેય ન પ્રેરવો. એટલે કે દરેક મનુષ્યને તેને યોગ્ય કાર્યમાં જ જોડવો.