શ્લોક : ૨૦૬
वर्तिष्यन्ते य इत्थं हि पुरुषा योषितस्तथा ।
ते धर्मादिचतुर्वर्ग सिद्धिं प्राप्स्यन्ति निश्चिंतम् ॥ ૨૦૬ ॥
અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે, આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો, તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ - એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે. ॥ ૨૦૬ ॥
ભાવાર્થ
શ્રીહરિ કહે છે : જે પુરુષો તથા જે સ્ત્રીઓ આ પ્રમાણે - એટલે મારી લખેલી શિક્ષાપત્રી અનુસાર વર્તશે તે પુરુષો તથા તે સ્ત્રીઓ, ધર્મ જેમાં મુખ્ય છે એવા ચારે પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ ને મોક્ષ- તેમાંથી જે જે પુરુષાર્થ સિદ્ધિની ઇચ્છા હશે, તે તે પુરુષાર્થની સિદ્ધિને જરૂર મેળવશે.